Latest Events

Establishment Date : 03/02/1971

Ph: +91 02742 (257322)

Reg.No F - 32/BK

Shree Banaskantha Kadva Patidar Sanskar Mandal

Page Title

Home / Blog / School Event / સેવા પખવાડા ૨૦૨૬

સેવા પખવાડા ૨૦૨૬

  September 17,2026

માય ભારત પાલનપુર દ્વારા ‘સેવા પખવાડા ૨૦૨૬’ અન્વયે વિશેષ કાર્યક્રમનું આયોજન

માતૃશ્રી એસ.એસ. ગોવિંદા બી.એડ. કૉલેજ, પાલનપુરમાં તારીખ 17/09/2026 ને ગુરુવારે રોજ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત 'માય ભારત' (મેરા યુવા ભારત) પાલનપુર દ્વારા ‘સેવા પખવાડા ૨૦૨૬’ ના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. "સેવા હી સચ્ચી દેશભક્તિ હૈ" અને "સેવા સે સમર્પણ તક" ના ઉમદા સંદેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગોકુળભાઈ દેસાઈ (સહાયક પ્રાદેશિક નિયામક, ડૉ. બી.આર. આંબેડકર યુનિ.), કે.આર. ગઢવી (પ્રોગ્રામ ઑફિસર, નશાબંધી) અને અમીચંદભાઈ શ્રીમાળી (માય ભારત પાલનપુર, ટ્રેનિંગ ઑફિસર) હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં યુવાનો રાષ્ટ્રનિર્માણમાં સક્રિય યોગદાન આપે તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે યુવા સશક્તિકરણ, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ અને સામાજિક સદભાવ જેવા વિષયો પર ભાર મૂકી યુવાનોને સેવાની ભાવના કેળવવા આહ્વાન કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાફમિત્રો તેમજ આચાર્યશ્રી મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


View More Photo

Information for teachers and students, parenting information and education news