Latest Events

Establishment Date : 03/02/1971

Ph: +91 02742 (257322)

Reg.No F - 32/BK

Shree Banaskantha Kadva Patidar Sanskar Mandal

Page Title

Home / Blog / School Event / વિકાસ સપ્તાહ 2026 અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ

વિકાસ સપ્તાહ 2026 અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ

  September 8,2026

વિકાસ સપ્તાહ 2026 અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ
પીએમશ્રી મોટાસડા પ્રાથમિક શાળા ખાતે તારીખ 08/09/2026 ના રોજ 'વિકાસ સપ્તાહ 2026' ની ઉજવણીના ભાગરૂપે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના બાળકો અને પરિસરમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવીને શાળાનુ વાતાવરણ સ્વચ્છ તથા સુંદર બનાવવાનો હતો. આ ઝુંબેશ અંતર્ગત શાળાના માનનીય આચાર્યશ્રી તેમજ સમસ્ત શિક્ષકગણના કુશળ માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળા પરિસરની સઘન સફાઈ કરવામાં આવી હતી, જેમાં વર્ગખંડો અને મેદાનમાંથી કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરાયો હતો. સાથોસાથ શાળાના બાગ-બગીચામાંથી નકામું નીંદણ દૂર કરી છોડવાઓને રોપીને બગીચાને સુઘડ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેમ્પસમાંથી તમામ પ્રકારના પ્લાસ્ટિક કચરાને વીણીને એકત્રિત કરી શાળા પરિસરને સંપૂર્ણપણે 'પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ' બનાવવાની સાર્થક કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર સ્વચ્છતા ઝુંબેશનું સફળ આયોજન અને સંચાલન શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણના પ્રોત્સાહન સાથે માતૃશ્રી એ.જી. મેડાત પી.ટી.સી. કોલેજના તાલીમાર્થીઓ સોલંકી અંકિતાબેન મનહરસિંહ, પંડ્યા હિમાની ભાનુભાઈ તથા સોલંકી અસ્મિતાબેન અર્જુનસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી, શિક્ષકો અને તાલીમાર્થીઓના ઉત્સાહી માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ પણ આ કાર્યક્રમમાં સક્રિયપણે જોડાઈને સુંદર સહયોગ આપ્યો હતો. આ સફાઈ અભિયાનથી શાળાનું વાતાવરણ અત્યંત આહલાદક અને પવિત્ર બન્યું હતું, તેમજ કાર્યક્રમના અંતે સૌએ પોતાના દૈનિક જીવનમાં સ્વચ્છતા જાળવી રાખવાના દ્રઢ સંકલ્પ લીધા હતા.

View More Photo

Information for teachers and students, parenting information and education news